મુખ્યમંત્રીએ ગિફ્ટ સિટીથી મહાત્મા મંદિર સુધી ડબલ ડેકર એસી ઇલેક્ટ્રિક બસનું કર્યું લોકાર્પણ
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગિફ્ટસિટીથી લોકાર્પણ કર્યું હતું.
વાયબ્રન્ટ સમિટના ભાગરૂપે આવતીકાલથી ગિફ્ટ સિટીથી મહાત્મા મંદિર સુધી “Double Decker AC Electric Bus” દોડશે. આવી બે બસનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગિફ્ટસિટીથી લોકાર્પણ કર્યું હતું.
વાયબ્રન્ટ સમિટ બાદ આ બસ સરખેજ-ગાંધીનગર-ગિફ્ટ સિટી રૂટ પર દોડશે અને GSRTC દ્વારા તેનું સંચાલન કરાશે. આ પ્રસંગે વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી, ગિફ્ટ સિટીના ચેરમેન ડો. હસમુખ અઢિયા, ગિફ્ટના એમ.ડી. તપન રે તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
