Skip to main content
Settings Settings for Dark

સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે

Live TV

X
  • ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના કારણે રાજકીય ગરમાવો છે અને બીજી તરફ કુદરતી ગરમીએ પણ પ્રકોપ છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ એક સિસ્ટમ સક્રિય થતાં તેના પ્રભાવ હેઠળ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.

    હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે.દાસના જણાવ્યા મુજબ, આજે(20 એપ્રિલ) અમરેલી, ભાવનગર, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના છે. આગામી 26 એપ્રિલ સુધી રાજ્યમાં તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય અને હાલની ગરમી યથાવત્ રહેવાની શક્યતા છે.

    દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે. સાથે જ ઉત્તરથી ઉત્તર પશ્ચિમ દિશાના પવન ફૂંકાશે. અમદાવાદ શહેરમાં તાપમાન આશરે 41 ડિગ્રી સુધી નોંધાવાની શક્યતા છે, જેના કારણે ગરમીનો માહોલ યથાવત્ રહેશે. 

    26મીએ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ગરમીનો પારો 41થી 42°C આસપાસ રહેવાની સંભાવના છે. ત્યારે રાજકીય પક્ષોએ સવારે 10 પહેલા અને બપોરે સાડા ચાર વાગ્યા પછી વધુમાં વધુ મતદાન થાય તે માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply