સૌરાષ્ટ્ર પંથકમાં અનરાધાર વરસાદ, માંગરોળ અને સુત્રાપાડામાં 12-12 ઇંચ ખાબક્યો
Live TV
-
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર(SEOC) દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ છે. જેમાં સૌથી જૂનાગઢના માંગરોળ અને ગીર સોમનાથના સુત્રાપાડામાં 12-12 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
10 તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ
2 જુલાઈના રોજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના કેશોદમાં 10.94 ઇંચ, ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં 10 ઇંચ, જૂનાગઢના માળિયા હાટીનામાં 9.13 ઇંચ અને માણાવદરમાં 9.06 ઇંચ વરસાદ નોંધાયો છે. મહેસાણના કડીમાં બે કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગીર સોમનાથ કોડિનારમાં 5.98 ઇંચ, જામનગરના જામજોધપુરમાં 7 ઇંચ, પોરબંદરના કુતિયાણામાં 5.79 ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે.72 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ
જૂનાગઢના વિસાવદરમાં 4 ઇંચ, વલસાડમાં 3.98 ઇંચ, ઉમરગામમાં 3.5 ઇંચ, પારડીમાં 3.39 ઇંચ, કપરાડામાં 3.23 ઇંચ, વાપીમાં 2.4 ઇંચ અને ધરમપુરમાં 2.6 ઇંચ, સુરતના ઓલપાડ 3.78 ઇંચ, રાજકોટના ઉપલેટામાં 3.58 ઇંચ અને ધોરાજીમાં 2.76 ઇંચ, ગીર સોમનાથના તાલાલામાં 3.31 ઇંચ તથા મહેસાણાના વિજાપુર 2.95 ઇંચ અને વડોદરાના સિનોરમાં 2.95 ઇંચ વરસાદ પડ્યો છે. નવસારી, અમરેલી, આણંદ, પંચમહાલ અને સાબરકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ 1 ઇંચથી વધુ વરસાદ નોંધાતા જળાશયોમાં નવા નીરની આવક શરૂ થઈ છે.
