Skip to main content
Settings Settings for Dark

'સ્ટડી ઇન ગુજરાત' પહેલ અંતર્ગત દુબઈ અને કુવૈતમાં રૉડ શો

Live TV

X
  • કુવૈતના ઉચ્ચ શિક્ષણ મંત્રી સાથે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મુલાકાત કરતા, વિવિધ MOU પર ગુજરાત અને કુવૈતની યુનિવર્સિટીઓ વચ્ચે હસ્તાક્ષર

    દુબઇ અને કુવૈતમાં સ્ટડી ઇન ગુજરાત પહેલ અંતર્ગત શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિહ ચુડાસમાની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળ દ્વારા રોડ શો યોજાયો હતો. આ રોડ શોનો ઉદ્દેશ ગુજરાતને શિક્ષણના કેન્દ્ર તરીકે વિકસાવવાનો અને વિદેશના તેમજ ભારતના અન્ય રાજયના વિદ્યાર્થીઓને ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે આમંત્રિત કરવાનો છે. આ પ્રસંગે સંબોધન કરતા ભૂપેન્દ્રસિહે જણાવ્યું હતું કે ગુજરાત પાસે અત્યાધુનિક માળખાગત સુવિધા સાથે વિશ્વની કેટલીક ઉત્તમ શૈક્ષણિક સંસ્થાઓ ગુજરાતમાં આવેલી છે, તેના દ્વારા દુબઈ અને ગુજરાત, વિશ્વને જ્ઞાન આધારિત અર્થતંત્રનો સાચો અર્થ દર્શાવે છે. આ પ્રસંગે દુબઇમાં મોટા પ્રમાણમાં શિક્ષણવિદો, આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહયાં હતાં

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply