Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ મહાનગર પાલિકાનું 8900 કરોડનું ડ્રાફ્ટ બજેટ થયું રજૂ

Live TV

X
  • મ્યુ. કમિશનર વિજય નહેરાએ રજૂ કર્યું ડ્રાફ્ટ બજેટ, પર્યાવરણને નુકસાન કર્યા વગર આધુનિક અમદાવાદ બનાવવાનું બજેટમાં વિઝન

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2020-21 નું ડ્રાફ્ટ બજેટ રજુ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ 8900 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ કર્યું હતું. ગત વર્ષ કરતા આ વર્ષે 1391 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. તો બજેટમાં કરવેરામાં આંશિક વધારો કરવામાં આવ્યો છે. આ બજેટમાં 10 લાખ વૃક્ષો વાવવાનું આયોજન છે. તેમજ 20 લાખ મેટ્રિક ટન કચરાના નિકાલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 600 ઇલેક્ટ્રિક બસ ખરીદવામાં આવશે. અને 968 કરોડના ખર્ચે 20 ફ્લાયઓવર બ્રિજ બનશે, તેમજ 200 કરોડના ખર્ચે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં બે આંતરરાષ્ટ્રિય સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવાશે, અને એલ.જી અને શારદાબેન હોસ્પિટલનું નવિનીકરણ પણ કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાયે આ અંગે વધુ વિગતો આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply