Skip to main content
Settings Settings for Dark

મહાત્મા ગાંધી અને સરદાર પટેલના નામથી કોમનવેલ્થ પ્રાઈઝ કરાશે એનાયત

Live TV

X
  • હવેથી કમનવેલ્થ દેશોમાં શાંતિ બદલ કોમનવેલ્થ પીસ પ્રાઈઝ ઓન મહાત્મા ગાંધી અને ગુડ ગવર્નન્સ માટે કોમનવેલ્થ ફંડ ફોર ગુડ ગવર્નન્સ ઓન સરદાર વલ્લભભાઇ પટેલ સન્માન કરાશે અર્પણ

    ભારત દેશને અહિંસક સત્યાગ્રહથી સ્વતંત્રતા અપાવી એકતા અખંડિતતા સાથે વિકાસ પથ કંડારનારા ગુજરાતના બે સપૂત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલનું વિશ્વ ગૌરવ કોમનવેલ્થ રાષ્ટ્રોએ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગુજરાત માટે આ ગૌરવપૂર્ણ જાહેરાત ગુજરાતની મુલાકાતે આવેલા કોમનવેલ્થ રાષ્ટ્રના સેક્રેટરી જનરલ બેરોનીસ પેટ્રિકાએ ઊર્જામંત્રી સૌરભભાઇ પટેલ અને મુખ્ય સચિવ અનિલ મૂકીમ તથા મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન સાથે અમદાવાદમાં યોજેલી બેઠકમાં કરી હતી. આ હેતુસર ગાંધી દોઢસોમી જન્મજ્યંતિના આ વર્ષે કોમનવેલ્થ પીસ પ્રાઇઝ ઓન મહાત્મા ગાંધી જાહેર કરવામાં આવ્યું છે. કોમનવેલ્થ સેક્રેટરી જનરલે લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલે દેશની એકતા અખંડિતતા સાથે સુશાસન ગુડ ગવર્નન્સ ક્ષેત્રે આપેલા ઉત્કૃષ્ટ યોગદાનને વિશ્વસ્તરે ઊજાગર કરવા કોમનવેલ્થ ફંડ ફોર ગુડ ગવર્નન્સ જાહેર કરવાની પણ ગૌરવ ઘોષણા કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply