સુરતમાં રાજ્યનો પ્રથમ મિલિઓઈડોસિસ રોગનો પ્રથમ કિસ્સો આવ્યો સામે
Live TV
-
સુરતની ખાનગી હોસ્પિટલે 58 વર્ષિય શિક્ષકના ફેફસામાં પરું જણાતા લેબ તપાસ બાદ આ જીવલેણ રોગની કરી ઓળખ, સામન્ય રીતે ડાંગરની ખેતીના પાણીમાં જોવા મળે છે આ બેક્ટેરિયા
ગુજરાતમાં પહેલી વાર સુરતની વિનસ હોસ્પિટલમાં મિલિઓઇડોસિસ નામના રોગના બેક્ટેરિયા એક દર્દીના પરુમાંથી શોધી કાઢવામાં આવ્યા છે. નવસારીના 58 વર્ષના નિવૃત્ત શિક્ષક છેલ્લા બે મહિનાથી ઉધરસ, તાવ, ભૂખ ન લાગવી અને વજનમાં ઘટાડો થવો જેવી સમસ્યાથી પીડાતા હતા. વિનસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ફેફસાંમાં પરુ જણાતાં તેને તપાસ માટે હોસ્પિટલની લેબમાં મોકલવામાં આવ્યું હતું જ્યાં તપાસમાં મિલિઓઇડોસિસ નામના બેક્ટેરિયા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે ગુજરાત રાજ્યમાં નોંધાયેલો આ પહેલો કેસ છે. ભારતમાં અત્યાર સુધીમાં મિલિઓઇડોસિસ રોગના માત્ર 585 કેસ નોંધાયા છે. આ બેક્ટેરિયા મુખ્યત્વે ડાંગરની ખેતીના પાણીમાં જોવા મળે છે. ડોક્ટરનાં જણાવ્યા અનુસાર ક્રોનિક અને એક્યુટ આ બે બેક્ટેરિયા જીવલેણ છે. હાલમાં નવસારીના આ દર્દીને ક્રોનિક છે. જેથી ઈલાજ ચાલી રહ્યો છે. તો ડોક્ટરને અનુસાર જો દર્દીને સમયસર ઈલાજ ન મળે તો મૃત્યુ થઈ શકે છે.
