જામનગરમાં CAA જનસમર્થન સમિતી દ્વારા મહારેલીનુ આયોજન કરાયું
Live TV
-
રેલીમાં જામનગરના સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેરના મેયર સહિત સંતોમહંતો ઉપસ્થિત રહ્યા હતા.
જામનગરમાં CAA જનસમર્થન સમિતી દ્વારા મહારેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં જામનગરના સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેરના મેયર સહિત સંતોમહંતો ઉપસ્થિત રહ્યા હતા. શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડથી શરૂ થઈ આ જનસમર્થન રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને લાલ બંગલા પાસે ડૉ. બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરી રેલી સંપન્ન થઈ હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં શહેરીજનો, વેપારી મંડળ, તેમજ ધાર્મિક સંગઠનોના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. રેલીમાં સહુ કોઈના હાથમાં રાષ્ટ્રધ્વજ અને CAAને સમર્થન આપતા બેનરો અને પોસ્ટરો જોવા મળ્યા હતા.
