Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં ઈકોન 2020 કોન્ફરન્સનું આયોજન

Live TV

X
  • ઈન્ડિયન એપિલેપ્સી એસોસિએશન અને ઈન્ડિયન એપિલેપ્સી સોસાયટી દ્વારા વિવિધ રોગોની જાણકારી અને નવા સંશોધનોની જાણકારી માટે ઈકોન 2020 કોન્ફરન્સનું અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યુ છે.

    ઈન્ડિયન એપિલેપ્સી એસોસિએશન અને ઈન્ડિયન એપિલેપ્સી સોસાયટી દ્વારા વિવિધ રોગોની જાણકારી અને નવા સંશોધનોની જાણકારી માટે ઈકોન 2020 કોન્ફરન્સનું અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યુ છે. જેમા વાઈ, આંચકી, ખેંચ, અંગે અદ્યતન સંશોધનો અને જાણકારી આપવામાં આવી રહી છે. સમાજમાં એપિલેપ્સીને લઈને પ્રવર્તી રહેલી ગેરસમજ અને માન્યતા દૂર કરવા પ્રતિવર્ષ આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે. જેમાં દેશની વિવિધ જગ્યાએથી ન્યુરોલોજિસ્ટ, ફિઝિશ્યિન એપિલેપ્સી અંગે જાણકારી આપેછે. 3 દિવસ ચાલનારી આ કોન્ફરન્સ દરમિયાન છેલ્લા 5 વર્ષમાં આવેલ એડવાન્સ ટેકનોલોજીની જાણકારી આપવામાં આવી હતી. તેમાં 400થી વધુ ન્યુરોલોજિસ્ટે ભાગ લીધો હતો અને 60 જેટલી ફેકલ્ટીઝે તેમનુ વક્તવ્ય આપ્યુ હતુ.આ સાથે લોકોમાં જાગૃતિ આવે તે માટે વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply