Skip to main content
Settings Settings for Dark

Kutch : કચ્છના નાના રણની અંદર અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવી ત્રણ ઘુડખરની હત્યા

Live TV

X
  • કચ્છના નાના રણની અંદર કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ત્રણ ઘુડખરની હત્યા કરવામાં આવી છે. સમગ્ર એશિયામાં માત્ર કચ્છના નાના રણમાં જ ઘુડખર જોવા મળે છે. ત્યારે હાલ શિયાળાની સિઝનમાં અહીં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવતાં હોવાથી તેને જોવા માટે હજારો લોકો અહીંયા મુલાકાત લેતા હોય છે. ત્યારે ધ્રાંગધ્રા રેન્જ વિસ્તારમાં કુડા કોપરણી ગામ નજીક રણની અંદર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરીંગ કરીને ત્રણ ઘુડખરની હત્યા કરી દેવામાં આવી છે. ઘટનાની જાણ થતા ઘુડખર અભયારણ્યના અધિકારી અને પોલીસ સ્ટાફ તેમજ પશુ ડોક્ટરની ટીમ ઘટના સ્થળે પહોંચી જઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ મૃત ઘુડખરના પી.એમ. તેમજ ફોરેન્સિક તપાસની કાર્યવાહી ચાલી રહી છે. તો અધિકારીઓ દ્વારા રણની આજુબાજુના રહેણાંક વિસ્તારમાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

     

    #Kutch #Ghudkhar #KutchLittleDesert

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply