સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા પ્રવાસીઓની ભીડ
Live TV
-
સ્ટેટ્યૂ ઓફ યુનિટી ના લોકાર્પણ ને 6 મહિના થઇ ગયા છે. આ 6 મહિનામાં એટલે કે 30 એપ્રિલ સુધીમાં 13 લાખ 73 હજાર ,523 પ્રવાસીઓએ તેની મુલાકાત લીધી લીધી છે.
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા માટે દરરોજ લગભગ 15 હજારથી પણ વધુ પ્રવાસીઓ ઓ ઉમટી રહ્યા છે સ્ટેટ્યૂ ઓફ યુનિટી ના લોકાર્પણ ને 6 મહિના થઇ ગયા છે. આ 6 મહિનામાં એટલે કે 30 એપ્રિલ સુધીમાં 13 લાખ 73 હજાર ,523 પ્રવાસીઓએ તેની મુલાકાત લીધી લીધી છે. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને આ 6 મહિનામાં ₹ 34 કરોડ 48 લાખ 53 હજાર 853ની આવક થઇ છે. એપ્રિલમાં 4 લાખ 44 હજાર 522 પ્રવાસીઓ આવ્યા અને આવક રૂ. 79 લાખ 94 હજાર 106 થઈ હતી. આ સ્ટેચ્યુ ને નિહાળી પ્રવાસીઓ આનંદ ની લાગણી પણ વ્યક્ત કરી રહ્યા છે. તંત્ર દ્વારા ઉભી કરવામાં આવેલી ખાસ સુવિધાઓને લીધે ગરમીમાં પણ પ્રવાસીઓ નું આકર્ષણ ઓછું થયું નથી. સ્ટેટ્યૂ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે ખાસ એક્સસેલેટર બનાવવામાં આવ્યા છે ઉપરાંત અશક્ત અને ચાલી ના શકે તેવા પ્રવાસીઓ માટે વહીલ ચેરની સુવિધા પણ છે.
