AMC કરશે દસ લાખ વૃક્ષોનુ વાવેતર, શહેરીજનોને સહકાર આપવા અપીલ
Live TV
-
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દશ લાખ વૃક્ષોનું રોપણ કરશે અને તેમનો ઉછેર પણ કરશે. શહેરનાં મેયર શ્રી બિજલ પટેલે આ વૃક્ષારોપણનાં મહાઅભિયાનમાં શહેરીજનો અને સેવાભાવી સંસ્થાઓને આગળ આવવા અપીલ કરી છે
આજકાલ ગ્લોબલ વોર્મિગના કારણે અમદાવાદ જેવા મોટા શહેરોમાં અનેક સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દશ લાખ વૃક્ષોનું રોપણ કરશે અને તેમનો ઉછેર પણ કરશે. શહેરનાં મેયર શ્રી બિજલ પટેલે આ વૃક્ષારોપણનાં મહાઅભિયાનમાં શહેરીજનો અને સેવાભાવી સેંરથાઓને આગળ આવવા અપીલ કરી છે. શહેરને હરિયાળુ બનાવવાનાં કાર્યમાં ઉદ્યોગગૃહોને પણ પીપીપી - પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ યોજના હેઠળ જોડાવા આમંત્રણ આપ્યું છે. ત્યારે સહિયારા પ્રયાસોથી અમદાવાદની ફરીથી વૃક્ષોનાં શહેરી તરીકે ઓળખ ઉભી કરવા તેમણે નગર જનોને અપીલ કરી છે
