Skip to main content
Settings Settings for Dark

વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં કોરી ઉત્તરવહી બહાર મોકલવાનું કૌભાંડ

Live TV

X
  • એમ એસ યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ આવ્યો હરકતમાં

    વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં કોરી ઉત્તરવહી વેચવાનું બહાર આવ્યું- કૌભાંડ સુરક્ષાકર્મીઓએ ઉત્તરવહી બહાર લઇ જતા પટાવાળાને ઝડપી લેતાં સમગ્ર પ્રકરણ આવ્યું બહાર યુનિવર્સિટી દ્રારા હાથ ધરાઇ તપાસ.
    વડોદરાની એમ એસ યુનિવર્સીટીના ઈતિહાસમાં પ્રથમવાર કોરી ઉત્તરવહી બહાર મોકલવાનું કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તેની સાથે જ યુનિવર્સીટી નો પરીક્ષા વિભાગ હરકતમાં આવ્યો છે.
    એમ એસ યુનિવર્સીટીના સેન્ટ્રલ એસેસમેન્ટ વિભાગના હંગામી પટ્ટાવાળા અંકિત ફણસે ચિરાગ વડદરા અને અશ્વિન કુવર સિંહને યુનિવર્સીટીના સુરક્ષાકર્મીઓએ આર્ટસ ફેકલ્ટીની ઉત્તરવહીઓ બહાર મોકલતા રંગેહાથ ઝડપી પાડયા હતા.પટ્ટાવાળા ખાલી ઉત્તરવહીઓ વિધાર્થીઓને મોકલતા જે ભરીને વિધાર્થીઓ પાછી પટ્ટાવાળાને આપી દેતા.ત્યારબાદ પટ્ટાવાળા ઉત્તરવહીઓ બંડલમાં મુકી તેમને તપાસવા મોકલી આપતા હતા.યુનિવર્સીટી સત્તાધીશોએ ત્રણેય પટ્ટાવાળાની 5 કલાક પૂછપરછ કરતા ત્રણેય પટ્ટાવાળાએ ગુનો કબુલ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply