સ્મીમેર હોસ્પિટલ દ્વારા કોરોના વોરિયર્સને કરાયા સન્માનિત
Live TV
-
સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની વોલેન્ટરી બ્લડબેંક તથા આઇ.એચ.બી.ટી.વિભાગ દ્વારા મેયર હેમાલી બોધાવાલાના અધ્યક્ષસ્થાને સ્મીમેર મેડિકલ કોલેજ ખાતે કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા હતાં. જેમાં વર્ષ 2018, 2019 અને 2020 દરમિયાન રક્તદાન માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર NGO, રક્તદાતાઓ, પ્લાઝમા ડોનરોને શિલ્ડ તથા પ્રશંસાપત્ર અર્પણ કરી પ્રોત્સાહિત કરાયા હતાં. કોરોનાકાળમાં પાંચથી વધુ વખત પ્લાઝમા દાન કરનાર શહેરના સાત પ્લાઝમા ડોનરો, 2018 થી 2020 એમ ત્રણ વર્ષમાં શહેરમાં રક્તની અછત ન સર્જાવા દેનાર રક્તદાન માટે કાર્યરત 257 સંસ્થાઓ તેમજ નવથી વધુ વખત સ્વૈચ્છિક રક્તદાન કરનાર રક્તદાતાઓને સ્મૃતિચિહ્ન અને પ્રશંસાપત્ર એનાયત કરી બહુમાન કરાયું હતું.
આ પ્રસંગે મહાનુભવોએ રક્તદાનનું મહત્વ સમજાવી રક્તદાતાઓની સામાજિક ઉત્તરદાયિત્વની ભાવનાને બિરદાવી હતી. તેમજ ભવિષ્યમાં વધુમાં વધુ રક્તદાન શિબિરો યોજી જરૂરિયાતમંદ દર્દીઓ અને નાગરિકોને મદદરૂપ થવાની આ સેવા પ્રવૃતિઓ જારી રાખવા અનુરોધ કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય પ્રવિણ ઘોઘારી, ડે.મેયર દિનેશ જોધાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલ, શાસક પક્ષના નેતા અમિતસિંગ રાજપૂત, દંડક વિનોદ પટેલ, ડીન ડો. દિપક હોવેલ, રાજુ જોળીયા, દર્શિની કોઠિયા સહિત વિવિધ તથા ઉપસ્થિત રહ્યા હતા.
