તાપી જિલ્લામાં જિલ્લા કક્ષાની ચૂંટણી સાક્ષરતા સમિતીની યોજાઇ બેઠક
Live TV
-
આગામી વિધાનસભા ચૂંટણીઓ-2022ની પૂર્વ તૈયારી અને આયોજનને અનુલક્ષીને મતદાર સાક્ષરતા કલ્બ અંતર્ગત તાપી જિલ્લા કક્ષાની ચૂંટણી સાક્ષરતા સમિતીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લા કક્ષાની ચૂંટણી સાક્ષરતા સમિતીની બેઠક ક્લેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. અધ્યક્ષસ્થાનેથી ક્લેક્ટર એચ.કે.વઢવાણિયા મતદાર સાક્ષરતા ક્લબ્સના ઉદ્દેશોને ધ્યાને રાખીને આગામી સમયગાળામાં મતદાર સાક્ષરતા કલ્બ દ્વારા યોજાનાર વિવિધ પ્રવૃતિઓના આયોજન અંગે, નોડલ અધિકારી અને સભ્યોની પસંદગી અંગે, શાળા અને કોલેજોમાં નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા જેવી અનેકવિધ પ્રવૃતિઓ દ્વારા લોકોને જાગૃત કરવા અંગે સુચારૂ આયોજન કરવા જણાવ્યું હતું.
તેમણે નવા મતદારોના નામ નોંધવા તથા મતદાર યાદી અપડેટ કરવામાં ખાસ ધ્યાન આપવા સુચનો કર્યા હતા. બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તાપી દ્વારા જિલ્લા કક્ષાએ મતદાર સાક્ષરતા ક્લબ્સ અંતર્ગત હાથ ધરવાની જુદી જુદી પ્રવૃત્તિઓના અમલીકરણ, મોનિટરીંગ, મૂલ્યાંકન અને આયોજન માટે સંબંધિત અમલીકરણ અધિકારી તથા નોડલ ઓફિસરોને સક્રિય રીતે સહભાગી થવા ખાસ અનુરોધ કર્યો હતો. બેઠકમાં પ્રાંત અધિકારી વ્યારા આર.સી.પટેલ, નિઝર પ્રાંત જયકુમાર, રમત ગમત અધિકારી, અમરસિંહ રાઠવા, જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતા ગામીત, આર્ટ એન્ડ કોમર્સ કોલેજ વ્યારાના એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર પ્રો.ગોવિંદ દળવી સહિત અન્ય સંબંધિત અધિકારી-કર્મચારીએ ઉપસ્થિત રહ્યા હતા.
