સ્વિમિંગપુલમાં ડુબી જતા સાત વર્ષના બાળકનું મોત
Live TV
-
કલ્બની બેદરકારીના લીધે બાળકનું મોત થયુ હોવાનો પરિવારજનોએ કર્યો આક્ષેપ.
ભટારમાં આવેલી કાપડીયા હેલ્થ ક્લબમાં ડૂબી જતાં સાતમાં ધોરણના સ્ટુડન્ટનું મોત થયું હતું. બાળક ડૂબતાં તેને ઈન્સ્ટ્રક્ટર સારવાર માટે સિવિલ હોસ્પિટલ એમ્બ્યુલન્સ મારફતે લઈ આવ્યાં હતાં. જો કે, ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતાં બાળકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટી - 2 માં રહેતા અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા પિંકેશ ભાઈ પોદ્દારના 12 વર્ષના પુત્ર હર્ષનું બુધવારે સાંજે ભટાર રોડ સ્થિત કાપડિયા હેલ્થ કલબના સ્વિમિંગપુલ મા ડૂબી મોત નીપજ્યું હતું. જ્યારે બનાવ બન્યો ત્યારે હર્ષની માતા પણ સ્વીમીંગપુલમા હતી. હર્ષ નહીં દેખાતા માતા બાથરૂમમાં જોવા પણ ગઈ હતી. તે દરમિયાન કાપડિયા હેલ્થ કલબના એક ઇન્સ્ત્રકટરને શંકા જતા પાણીમાંથી હર્ષને બહાર કાઢ્યો હતો. તાત્કાલિક નવીસીવીલ હોસ્પિયલ લઈ જવાયો હતો. જ્યા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનામાં હર્ષના પિતા અને કાકાએ કલબ વાળાની બેદરકારી હોવાનું જણાવ્યું હતું. કાપડિયા હેલ્થ કલબના માલિકે હાથ ઊંચા કરી લીધા હતા.
