Skip to main content
Settings Settings for Dark

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘમહેર 

Live TV

X
  • હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘમહેર થઈ છે.

    હવામાન વિભાગે 18 થી 22 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદની શક્યતા રહેલી છે.છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ બોટાદના ગઢડામાં 14.6 ઈંચ વરસાદ નોંધાયો હતો.તો ભાવનગરના પાલિતાણામાં 12.5, શિહોરમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો.જેથી તકેદારીના ભાગરૂપે મુખ્યમંત્રીએ નાગરિકોના જાનમાલની સુરક્ષા અંગે પગલા લેવા જિલ્લા કલેક્ટર્સને સૂચના આપી  છે.તકેદારીના ભાગરૂપે રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને અલગ અલગ જગ્યાઓ પર NDRF ટીમો તૈનાત કરવામાં આવી છે.જેમાં 2 ટીમ રાજકોટ ખાતે અને ભાવનગર, બોટાદ , અને કચ્છમાં એક-એક ટીમ ડીપ્લોય કરવામાં આવી છે.તો અન્ય એક ટીમ ગાંધીનગર ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2025 Max Temp : °C Min Temp : °C
apply