હવામાન વિભાગે ગરમીથી આંશિક રાહત મળવાની સંભાવના કરી વ્યક્ત
Live TV
-
હવામાન વિભાગે ગરમીથી આંશિક રાહત મળવાની સંભાવના કરી વ્યક્ત
હવામાન વિભાગ દ્વારા પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા છે. ગઈકાલે અમરેલી સૌથી ગરમ શહેર બન્યું છે. અમરેલીમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો રાજકોટમાં 40.9, ડાંગમાં 40.6, સુરેન્દ્રનગરમાં 40.3, ભુજમાં 39.8, છોટાઉદેપુરમાં 39.6, ગાંધીનગરમાં 37.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.બીજી તરફ અરવલ્લી જિલ્લામાં પણ ગરમી 38 થી 41 ડીગ્રી વચ્ચે પહોંચી છે. ધનસુરા, બાયડ અને મોડાસા સહિતના ગામોમાં ગરમીનો પારો વધતા લોકો બપોરે ઘર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
