હવે ખાનગી લેબમાં પણ થશે રેપિડ એન્ટિબૉડી ટેસ્ટ
Live TV
-
કોવિડ -19 મહામારી સંદર્ભે નાગરિકોને ત્વરિત સારવાર મળી રહે અને સંક્રમણને રોકવા માટે નિદાન એક અગત્યનું પાસું છે, ત્યારે રાજ્યમાં યોગ્યતા ધરાવતી લેબોરેટરીઓને કોવિડ -19 માટેનો રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરવા માટે મંજુરી આપવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
રાજયમાં હાલના તબક્કે વિવિધ લેબોરેટરીઓને, RTPCR ટેસ્ટ માટે રાજ્યકક્ષાએથી માન્યતા આપવામાં આવેલ છે.વિવિધ ખાનગી લેબોરેટરીઓ તરફથી ,રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરવા માટે રાજ્ય સરકાર પાસે મંજુરી માંગવામાં આવેલ હતી. જે અન્વયે રાજ્યમાં વિવિધ શરતોને આધિન યોગ્યતા ધરાવતી લેબોરેટરીઓને, કોવીડ -19 માટેનો રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરવા માટે મંજુરી આપવામા આવી છે.
આ રેપીડ એન્ટીબોડી ટેસ્ટ માટેના દર નિયત કરવામા આવ્યા છે ,જેમા ELSIA ફોર એન્ટીબોડી ટેસ્ટ દર્દી લેબોરેટરીમાં જઈને ટેસ્ટ કરાવે તો રૂપિયા 450 અને દર્દીના ઘરે કે હોસ્પિટલમા જઈ સેમ્પલ કલેકટ કરે તો રૂપિયા 550 જયારે CLIA ફોર એન્ટીબોડી ટેસ્ટ માટે દર્દી લેબોરેટરીમાં જઈને ટેસ્ટ કરાવે તો રૂપિયા 500 અને દર્દીના ઘરે કે હોસ્પિટલમા જઈ સેમ્પલ કલેકટ કરે તો રૂપિયા 600ના દરો નિયત કરવામાં આવ્યા છે.
આ દરમાં તમામ પ્રકારના ચાર્જનો સમાવેશ થાય છે, જેથી આ દર્શાવેલા ચાર્જ ઉપરાંત કોઈપણ પ્રકારનો વધારાનો ચાર્જ લઇ શકાશે નહિ અને જો કોઈ લેબોરેટરી વધારાનો ચાર્જ લેશે તો તેની માન્યતા રદ થશે.
