Skip to main content
Settings Settings for Dark

હવે ગુજરાતમાં બનશે ઉડતી કાર, વિશ્વના અન્ય દેશોમાં કરાશે નિકાસ

Live TV

X
  • રાજ્ય સરકાર અને નેધરલેન્ડ વચ્ચે થયા MOU, 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડનારી ફ્લાઈંગ કારનું 2021 સુધી કોમર્શિયલ ઉત્પાદન થશે શરૂ

    દેશના મેન્યૂફેકચરિંગ અને ઓટો હબ બનેલા ગુજરાતની ગૌરવગાથામાં , વધુ એક યશ કલગી નેધરલેન્ડની PAL-V ફલાઇંગ કાર ઉત્પાદનનો મેન્યૂફેકચરિંગ પ્લાન્ટ, રાજ્યમાં શરૂ થવાથી ઉમેરાશે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં આ અંગેના મેમોરેન્ડમ ઓફ એસોસિયેશન કરાયા હતા. આ MoU પર ગુજરાત સરકાર વતી ઉદ્યોગ અગ્ર સચિવ એમ. કે. દાસ તથા, PAL-V વતી ઇન્ટરનેશનલ બિઝનેસ ડેવલપમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ,Carlo Masbomile હસ્તાક્ષર કર્યા હતા. ગુજરાતમાં ease of doing business, વર્લ્ડ કલાસ ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ લોજિસ્ટીકસ અને પોર્ટ ફેસેલીટીઝ વિકસ્યા છે, તેને લઈને ફલાઇંગ કાર ઉત્પાદનનો સૌપ્રથમ પ્લાન્ટ ગુજરાતમાં શરૂ કરવા, PAL-V એ ગુજરાત પર પસંદગી ઉતારી છે એમ, કાર્લોએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી રૂપાણીએ પણ ગુજરાત દેશના સર્વગ્રાહી વિકાસનું રોલ મોડેલ બન્યું છે અને ઔદ્યોગિક ઉત્પાદનો-નિકાસમાં અવ્વલ છે, તેમાં આ ફલાઇંગ કાર્સનો પ્રોડકશન પ્લાન્ટ નવા કિર્તીમાન અપાવશે તેવી અપેક્ષા દર્શાવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply