Skip to main content
Settings Settings for Dark

રાજ્યભરમાં યોજાયા હોલિકાદહન, આજે ધામધૂમથી ધૂળેટીની ઉજવણી

Live TV

X
  • પીએમ મોદી અને રાષ્ટ્રપતિએ આપી શુભેચ્છાઓ, બરસાના અને મથુરામાં ઉમટ્યા લોકો

    રાજ્યમાં હોળીના તહેવાર નીમિતે ઠેર ઠેર હોલિકા દહનના કાર્યક્રમ યોજાયા જેમાં રાજ્યવાસીઓએ હોળી પ્રગટાવી અને રિતરિવાજ મુજબ પૂજન અર્ચન કર્યુ હતું. આ વર્ષે સમગ્ર વિશ્વ કોરોના વાયરસ જેવા રોગની ઝપટમાં આવ્યું છે ત્યારે અનેક ઠેકાણે હોળીમાં ઔષધિની આહૂતિઓ આપવામાં આવી હતી. દેશ સહિત રાજ્યભરમાં હર્ષોલ્લાસથી રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી થઈ રહી છે. બરસાના અને મથુરામાં રંગોના ઉત્સવ સાથે દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. દ્વારકામાં ફુલડોલ ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેવાસીઓને ધૂળેટી પર્વની શુભેચ્છાઓ પાઠવી છે . સુરત શહેરમાં અડાજણ ગામની સાત મહોલ્લાની હોળીનું પૂજન અને હોલિકા દહન થયું હતું. આ વર્ષે અહીંયા સેવનના લાકડા, કપૂરનો ઉપયોગ કરવામાં આવ્યા હતા. આ વર્ષે કોરોના વાયરસના કારણે પંચદ્રવ્યોની હોળી સળગાવી હતી. જેમાં કપૂર, ખજૂર, સેવન, છાણ અને ગોળને ભેળવી વાતાવરણ શુદ્ધીનો પ્રયાસ કર્યો હતો. વડોદરામાં માંજલપુરમાં હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. માંજલપુર ગામની હોળીમાં ધજા મૂકવામાં આવે છે તે ધજા કઈ દિશામાં જાય છે તે વિસ્તારમાં સુખ, સમૃદ્ધીની માન્યતા થાય છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply