હવે ભારતનો મિજાજ બદલાયો છેઃ PM મોદીનું ઉમિયાધામથી સંબોધન
Live TV
-
જામનગરની મુલાકાત લીધા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાસપુરમાં ઉમિયા ધામના ભૂમિપૂજનમાં હાજરી આપી શિલાન્યાસનું અનાવરણ કર્યું હતું. મંદિરના નિર્માણના પ્રોજેક્ટની માહિતી મેળવીને પ્રધાનમંત્રીએ સભા સ્થળે મોટી સંખ્યાં હાજર રહેલા લોકોનું અભિવાદન ઝિલ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સ્વામી સચ્ચિદાનંજી મહારાજ, દિલીપદાસજી મહારાજ સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા, સામાજિક એમ્પાવર્મેન્ટ હબ અને માં ઉમિયાના વિશ્વ કક્ષાના ભવ્યાતિભવ્ય મંદિરના નિર્માણનું કાર્ય વૈષ્ણોદેવી સર્કલ નજીક જાસપુર ખાતે 100 વીઘા જમીનમાં 1,000 કરોડનાં ખર્ચે થશે.
અહીં વૈશ્વિક સ્તરના મંદિરની સાથે પાટીદાર સમાજના સંપૂર્ણ ઇતિહાસને દર્શાવતું અલાયદું મ્યુઝિયમ પણ બનશે. આ પ્રસંગે ઉમિયા ધામ સંસ્થાના અગ્રણી , સી. કે. પટેલે , સભા સંબોધનમાં પ્રધાનમંત્રીનું સ્વાગત કરતા પાટીદાર સમાજ તરફથી પીએમનો આભાર વ્યક્ત કર્યો હતો.
