Skip to main content
Settings Settings for Dark

શિવરાત્રીની દેશભરમાં થઈ ઉજવણી,દેશભરના શિવાલયો હર હર ભોલેના નાદથી ગૂંજ્યા 

Live TV

X
  • સોમવારે મહા શિવરાત્રિ પર્વનો સુભગ સંયોગ સર્જાયો છે. ત્યારે દેશભરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા છે. દરેક શિવાલયોમાં શ્રદ્ધાળુઓ મહાદેવની પૂજા અર્ચના અર્થે ઉમટી રહ્યા છે. 

    મહા શિવરાત્રિ પ્રસંગે રાજ્યના બાર જ્યોર્તિલિંગોમાના એક સોમનાથ જ્યોર્તિલિંગના દ્વાર દર્શનાર્થીઓ માટે 48 કલાક ખુલ્લા રહ્યા. સોમનાથ મંદિરમાં સવારે છ વાગે મહાપૂજા બાદ સાત વાગે મહા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. મહાઆરતી બાદ નગરમાં સોમનાથ દાદાની પાલખી યાત્રા પણ કાઢવામાં આવી હતી, જેમાં પંડિતો સહિત લોકો જોડાયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને શુભેચ્છા આપી હતી. 

    મહાશિવરાત્રી પર્વ નિમિત્તે અંતિમ સ્નાનની સાથે 50 દિવસ સુધી ચાલેલો કુંભ મેળો સમાપ્ત થયો છે. દુનિયાભરમાંથી આ દરમિયાન શ્રધ્ધાળુઓ પવિત્ર નગરી પ્રયાગરાજ પહોંચ્યા હતા. અને સંગમમા આસ્થાની ડુબકી લગાવી હતી. આ કુંભના આયોજનને અભૂતપૂર્વ બનાવવા હરસંભવ પ્રયાસ કરાયા હતા. પ્રયાગરાજ કુંભ મેળામાં 3 ગીનીઝ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply