‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩’ ને મળ્યો વ્યાપક પ્રતિસાદ
Live TV
-
સમગ્ર દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-2023’ ચાલી રહી છે જેને ગુજરાતમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. તા. 06 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં બનાસકાંઠાના 170 ગામ, ભરૂચના 137, છોટાઉદેપુરના 149, ડાંગના 88, દાહોદના 312,નર્મદાના 111, સુરતના 187, વલસાડના 125, મહેસાણાના 136, પાટણના 109, બોટાદના 80, સુરેન્દ્રનગરના ૧૬૫, મોરબીના 91, પોરબંદરના 55, કચ્છના 165, અમરેલીના 153,રાજકોટના 144, જામનગરના 103, ગીર સોમનાથના 81 અને જૂનાગઢ જિલ્લાના 124, દેવભૂમિ દ્વારકા 46, ભાવનગર 118, અમદાવાદ 98, આણંદ 77, અરવલ્લી 47, ગાંધીનગર 43, ખેડા 59, મહીસાગર 50, નવસારી 68, પંચમહાલ 85, સાબરકાંઠા 71, તાપી 66, અને વડોદરામાં 107 એમ 33 જિલ્લાઓની 3,620 ગ્રામ પંચાયતોમાં અંદાજે 10,51,501 ભાઇઓ અને બહેનો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉત્સાહભેર સહભાગી થયા હતા. આ યાત્રા દરમિયાન રાજ્યમાં કુલ 9.72 લાખથી વધુ નાગરિકોએ વિવિધ સંકલ્પ લીધા હતા. આ પ્રસંગે 2,07,712 નવા આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યા હતા જેમાંથી 1,30,754 કાર્ડનું મહાનુભાવોના હસ્તે યાત્રા દરમિયાન સ્થળ પર જ વિતરણ કરાયું હતું.
આ યાત્રા દરમિયાન વિવિધ ગામોમાં આયોજિત આરોગ્ય કેમ્પમાં કુલ 4,80,324 નાગરિકોએ આરોગ્ય તપાસ કરાવી હતી. ઉપરાંત 2,61,342 વ્યક્તિઓની ટી.બી.રોગની તપાસ તેમજ 60,377 વ્યક્તિઓની સિકલ સેલની તપાસ કરાઇ હતી. 'મારૂ ભારત' અંતર્ગત કુલ 30,077 સ્વયંસેવક નોંધાયા હતા. જ્યારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 23,170 નામ નોંધવામાં આવ્યા છે. 10,626 મહિલાઓને, 13,025 વિદ્યાર્થીઓને, 3,398 રમતવીરોને તેમજ 2,845 સ્થાનિક કલાકારીગરોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે.
