Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટાર્ટઅપ કોન્‍ક્લેવ-2023 પ્રિ-વાઇબ્રન્‍ટ ઇવેન્‍ટનો પ્રારંભ કરાવ્યો

Live TV

X
  • વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પૂર્વાર્ધ રૂપે પ્રિ-ઇવેન્ટ તરીકે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ સ્ટાર્ટઅપ કોન્કલેવ-2023નું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એગ્ઝિબિશન સેન્‍ટર ખાતે યોજાઇ રહેલી સ્ટાર્ટઅપ કોન્કલેવ-2023નો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર અને ગુજરાતના ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. 

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કોન્ક્લેવમાં સહભાગી યુવા અને ઉત્સાહી સ્ટાર્ટઅપ્સને પ્રેરણા આપતા કહ્યું હતું કે, યુવાઓને પારંપરિક પદ્ધતિના જ્ઞાન-કૌશલ્યથી આગળ વધીને સમયાનુકૂલ ગ્લોબલ પ્રેક્ટિકલ નોલેજ તથા ઇનોવેશન્‍સને વાસ્તવિક સ્વરૂપ આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમયથી બે કદમ આગળનો વિચાર કર્યો છે. આ માટે પ્રધાનમંત્રીએ 2016માં સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમ શરૂ કરાવેલો છે. આ સ્ટાર્ટ અપ ઇન્ડિયાની સફળતાને પગલે ભારત પ્રધાનમંત્રીના નેતૃત્વમાં વિશ્વની ત્રીજી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બન્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.

    મુખ્યમંત્રીએ પ્રિ-વાઇબ્રન્ટ ઇવેન્‍ટ તરીકે આ સ્ટાર્ટઅપ કોન્કલેવ ગુજરાત અને દેશના યુવા સ્ટાર્ટઅપને દુનિયા સાથે જોડવા તેમજ ઇનોવેટિવ આઇડિયાઝ અને નોલેજ શેરિંગ માટે ઉત્તમ માધ્યમ બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

    વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી એડિશન સેમિકન્‍ડક્ટર, ગ્રીન હાઇડ્રોજન, ઇ-મોબિલિટી જેવા નવા ઉભરતા ક્ષેત્રોને ફોકસ કરીને ‘ગેટ વે ટૂ ધ ફ્યુચર’ ની થીમ સાથે જાન્યુઆરી-૨૦૨૪માં યોજાશે. આ ઉભરતા સેક્ટરમાં પણ યુવા સ્ટાર્ટઅપને પ્રેરિત કરવા વાઇબ્રન્ટ સમિટની આ પ્રિ-ઇવેન્‍ટ કોન્‍ક્લેવ ઉપયુક્ત બનશે એમ તેમણે ઉમેર્યું હતું.

    આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે "ન્યુ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોન-૨૦૨૩"ના વિજેતાઓને એવોર્ડ - પ્રમાણપત્ર તેમજ "ઇન્વેસ્ટર્સ પિચ"ના વિજેતાઓને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ સાથે જ મુખ્યમંત્રીએ i-Hubની કોફી ટેબલ બૂક અને હેકથોન રિપોર્ટ લોન્ચ કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply