11 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે
Live TV
-
ગુજરાતમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દર વર્ષે મગફળી પકવતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરે છે. આ વર્ષે સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 11 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવશે. રાજ્યના 160થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવશે.
ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ 3 લાખ 33 હજારથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી રૂ. 1356.60 પ્રતિ મણના ભાવે પૂરતા પ્રમાણમાં મગફળીની ખરીદી કરવામાં આવશે.
કોઇપણ અફવાઓ કે વાતોમાં આવ્યા વગર ટેકાના ભાવે વેચાણનો લાભ લેવા રાજ્યભરના ખેડૂતોને રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલેએ અનુરોધ કર્યો છે.ભારત સરકારની તાજેતરની જાહેરાત મુજબ એક દિવસમાં એક ખેડૂત પાસેથી વિસ્તાર આધારિત મહત્તમ 4 હજાર કિલોગ્રામ એટલે કે, 200 મણ મગફળીની ખરીદી કરવામાં આવશે. ખેડૂતોની લાગણી અને માંગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે વેચાણ માટે નોંધણીની તારીખ લંબાવવામાં આવી છે. હજુ પણ નોંધણી કરાવવાની બાકી હોય તેવા તેવા ખેડૂતો આગામી 10 નવેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે.
