Skip to main content
Settings Settings for Dark

18 માર્ચથી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે

Live TV

X
  • 18 માર્ચથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 1734 કરોડની કિંમતની 2.47 લાખ મેટ્રિક ટન તુવેરની ખરીદી કરાશે. રાજ્ય સરકાર 1765 કરોડની કિંમતના 3.24 લાખ મેટ્રીક ટન ચણા અને 853 કરોડની કિંમતના 1.51 લાખ મેટ્રીક ટન જેટલા રાયડાની પણ ખરીદી કરશે. રાજ્યના અંદાજીત સવા ત્રણ લાખ ખેડૂતોને આ ખરીદીનો લાભ મળશે.

    મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ટેકાના ભાવે ખરીદી માટે સંપૂર્ણ આયોજન કરી દેવામાં આવ્યું છે. ગુજરાતના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 1734 કરોડની કિંમતની 2,45,710 મેટ્રીક ટન તુવેરની ખરીદી કરવામાં આવશે. આ ઉપરાંત 1765 કરોડની કિંમતના 3,24,530 મેટ્રીક ટન ચણા અને 853 કરોડની કિંમતના 1,50,905 મેટ્રીક ટન જેટલા રાયડાની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

    મંત્રી રાઘવજી પટેલે કહ્યું, રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને તુવેર પાકની ખરીદી માટે 140 ખરીદ કેન્દ્રો, ચણાની ખરીદી માટે 187 ખરીદ કેન્દ્રો અને રાયડાની ખરીદી માટે 110 ખરીદ કેન્દ્રો મળી રાજ્યભરમાં કુલ 437 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં તુવેર, ચણા અને રાયડાની ખરીદી કરશે. ટેકાના ભાવની ખરીદી માટે સરકારે તમામ પ્રકારનું આગોતરૂ આયોજન કર્યું છે.

    મંત્રી રાઘવજીએ કહ્યું, ટેકાના ભાવથી ખરીદી માટે રાજ્યના હજારો ખેડૂતોએ નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી છે. આ ખેડૂતો પાસેથી ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવે ખરીદી કરાશે. ભારત સરકારે તુવેર માટે 7000 પ્રતિ ક્વિન્ટલ (1400 રૂપિયા પ્રતિ મણ), ચણા માટે 5440 પ્રતિ ક્વિન્ટલ (1088 રૂપિયા પ્રતિ મણ) અને રાયડા માટે 5650 પ્રતિ ક્વિન્ટલ (1130 રૂપિયા પ્રતિ મણ) ટેકાનો ભાવ જાહેર કર્યો છે.

    ગુજરાતમાં તા. 18મી માર્ચથી આગામી 90 દિવસ સુધી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તે માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે. ખેડૂતોના ઉત્પાદિત પાકોની ટેકાનાભાવે ખરીદી પ્રક્રિયા પણ સમયસર કરવામાં આવે છે. આગામી 90 દિવસ એટલે કે, 15મી જૂન સુધી ટેકાના ભાવની પ્રક્રિયા ચાલુ રહેશે. ટેકાના ભાવની ખરીદીનો લાભ અંદાજે 3 લાખ 20 હજાર ખેડૂતોને થશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply