ગ્રામ્ય રોડ કનેક્ટિવિટી સુદ્રઢ કરવા મુખ્યમંત્રીએ 3842 કરોડના કામો મંજૂર કર્યા
Live TV
-
રાજ્યના ગ્રામ્ય વિસ્તારોને સુવિધા આપવા 3842 કરોડ રૂપિયાના કામોને મુખ્યમંત્રીએ મંજૂરી આપી દીધી છે. તમામ જિલ્લાઓમાં પંચાયત હસ્તકના 7453 કિલોમીટરના ગ્રામ્ય આંતરિક માર્ગોના રિસરફેસિંગ માટે 3120 કરોડ ફાળવવામાં આવ્યા છે. સરહદી ગામો-બોર્ડર વિલેજ-પરાઓ તથા આદિજાતિ વિસ્તારોના 250થી ઓછી વસ્તી ધરાવતા પરાઓને જોડતા 515 માર્ગોનું રી-સર્ફેસિંગ કરાશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટનો વિકસાવી છે. એટલું જ નહીં, તેમણે રાજમાર્ગોને લોકોની સુખાકારી અને રાષ્ટ્રના વિકાસની ધોરી નસ ગણાવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ જ પરંપરાને ગુજરાતમાં વધુ ગતિથી આગળ ધપાવવાના નિર્ધાર સાથે ગ્રામ્ય માર્ગોની સુધારણા અને મજબૂતીકરણથી ગ્રામીણ વસ્તીને રસ્તાની સુવિધા, કનેક્ટિવિટી આપવાનો અભિગમ અપનાવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની તમામ જિલ્લા પંચાયત હેઠળના ગ્રામ્ય આંતરિક માર્ગોના જરૂરી રિસર્ફિંગ માટેના 3180 કામો માટે 3120.79 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આવા કુલ 7453.21 કિલોમીટર લંબાઇના નોન પ્લાન રસ્તાઓનું રિસરફેસિંગ હાથ ધરાશે. આ ઉપરાંત, રાજ્યના નોર્મલ વિસ્તારોમાં 250થી 500ની વસ્તી ધરાવતા પરાઓને જોડતા 206 માર્ગોને રિસર્ફેસ કરવાની કામગીરી અન્વયે 394.27 કિલોમીટર લંબાઇના કામો હાથ ધરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 191.55 કરોડ રૂપિયાની ફાળવણીની મંજૂરી આપી છે.
મુખ્યમંત્રીએ 91.22 કિલોમીટર લંબાઈના નવા 100 રસ્તાઓ તેમજ વિવિધ પ્રકારના ખૂટતા 76 સ્ટ્રક્ચર્સ માટે 240.86 કરોડ રૂપિયાની માતબર રકમને મંજૂર આપી છે. આદિજાતિ વિસ્તારોની વાત કરીએ તો જ્યાં 250થી ઓછી વસ્તી છે તેવા પરાઓને જોડતા માર્ગોના રુસર્ફેસિંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 288.82 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આના પરિણામે આદિજાતિ અને અંતરિયાળ વિસ્તારોમાં આવા 415 કામો હાથ ધરીને 731.97 કિલોમીટરના માર્ગોની સુધારણા અને મજબૂતીકરણ કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ ગ્રામીણ જીવનમાં સુવિધા વૃદ્ધિના જનહિતકારી નિર્ણયથી રાજ્યના ગામોને રસ્તાની સગવડ મળતી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં જ રાજ્યના પંચાયત માર્ગ મકાન વિભાગ હસ્તકના રસ્તાઓનું રીપેરીંગ, નવા સ્ટ્રક્ચર નિર્માણ અને માર્ગોના મજબૂતીકરણના 1017 કામો માટે 1411.81 કરોડ રૂપિયાની રકમ ફાળવેલી છે.
