'આપ'ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીલે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી
Live TV
-
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરવા ગુજરાત આવી પહોંચ્યા હતા. તેઓ બરોડા એરપોર્ટ પર પહોંચ્યા હતા. એરપોર્ટ પર મીડિયા મિત્રો સાથે વાતચીત દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આમ આદમી પાર્ટી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં 2 સીટો પર ચૂંટણી લડી રહી છે. જીતેલા સાંસદો જનતાની સેવા કરવાને બદલે ભાજપના ગુલામ બની રહ્યા છે. તેઓ ચૂંટણી જીત્યા પછી ગુજરાત માટે કોઈ કામ કરતા નથી.
અરવિંદ કેજરીવાલે કહ્યું, જો તમે અમારા 2 ઉમેદવારોને જીતાડશો તો એક દિવસ એવો નહીં જાય કે જ્યારે સંસદમાં ગુજરાતના પ્રશ્નોનો અવાજ નહીં ઉઠાવાય. આ વખતે ભરૂચની જનતા ચૈતર વસાવાને પ્રચંડ બહુમતીથી ઐતિહાસિક વિજય અપાવશે. ચૈતરભાઈ વસાવા મારી નજરમાં મોટા હીરો છે અને મને ગર્વ છે કે ચૈતરભાઈ આજે આપણી પાર્ટીમાં છે.વિધાનસભાની ચૂંટણી પહેલા ઉમેશભાઈ પર ભાજપના લોકો દ્વારા જીવલેણ હુમલો થયો હતો, તેમ છતાં તેઓ તૂટ્યા નથી.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું. અમને આશા છે કે ભાવનગર અને ભરૂચની જનતા અમારા બંને ઉમેદવારોને સંસદમાં મોકલશો. મેં 2 વર્ષમાં કોઈપણ ભ્રષ્ટાચાર વગર 42,992 સરકારી નોકરીઓ આપી છે. પંજાબમાં આજે 2 મહિના માટે 600 યુનિટ મફત વીજળી મળે છે, જેના કારણે 90 ટકા લોકોનું વીજળીનું બિલ શૂન્ય રહે છે. હવે પંજાબમાં કોઈને સરકારી ઓફિસ જવાની જરૂર નથી, કારણ કે સરકારી ઓફિસ લોકોના ઘરે આવે છે.
