181 અને 1098ના સહિયારા પ્રયાસથી બાળકીને તેના માતા સુધી પહોંચાડાઇ
Live TV
-
181 મહિલા હેલ્પ લાઈન અને ચાઈલ્ડ લાઈન 1098 ના સહિયારા પ્રયાસો થી બાળકીને તેના માતા સુધી પહોંચાડી
તારીખ ૧૪ નાં એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ હેલ્પ લાઈનમાં ફોન કરીને જણાવવામાં આવ્યું કે એક બાળકી અને તેની સાથે વૃદ્ધ માણસ ઘુંટું રોડ પર આવેલ ફેક્ટરી પાસે છે. જેમાં વૃદ્ધ માણસને અશક્તિ અને નબળાઈને કારણે અર્ધબેભાન હોય તેવું જણાય છે. અને બાળકી રડે છે ત્યાર બાદ મોરબી ૧૮૧ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે જઈ આખી ઘટનાની વિગત વાર માહિતી લીધી હતી. ત્યારે વૃદ્ધ માણસ અને બાળકી સાથે પૂછતાછ કરતાં જાણવા મળ્યું કે તેઓ બાળકીના નાના છે અને બે દિવસ પહેલા તેના દીકરીના ઘરે ગયા હતા. ત્યાંથી તેની સાથે આ બાળકીને લાવેલ હતા અને તેઓ થાનમાં રહે છે આજ રોજ કામની શોધ માટે મોરબી આવેલ છે. ત્યાર બાદ બાળકી સાથે પરામર્શ કરતા બાળકી તેની માતા કે જેઓ ગાંધીધામ -કચ્છ માં રહે છે. તેની પાસે જવા માંગે છે. ત્યાર બાદ બાળકીને આશ્રય અને અન્ય મદદ માટે ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પ લાઈનની ટીમને જાણ કરાઇ હતી અને તેઓ દ્વારા બાળકીને રેસ્કયું કરીને ચાઈલ્ડ લાઈનની ઓફિસ ખાતે લઇ આવેલ. ત્યારબાદ બાળકી પાસેથી મળેલ માહિતી અનુસાર તેની માતા ગાંધીધામ કચ્છના રહેવાસી હોવાનું જાણવા મળતાં તેના માતાનો સંપર્ક કરવા માં આવ્યો અને ત્યાર બાદ તેની માતા ને બાળકી વિશે જાણકારી આપી તેઓ મોરબી લેવા આવવા રવાના થઇ ગયા અને તારીખ 15-10- 2020 નાં રોજ તેની માતા ને મોરબી બી- ડિવિઝન પોલીસ સ્ટેશન બોલાવી અને તે બાળકી ને 181 મહિલા હેલ્પ લાઇન અને ચાઈલ્ડ લાઈન 1098 ની હાજરી માં તેને તેના મમ્મી ને સોંપવા માં આવેલ છે..
