Skip to main content
Settings Settings for Dark

મોરબીઃ હોસ્પિટલના કર્મચારીઓ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવા લીધી પ્રતિજ્ઞા

Live TV

X
  • મોરબી સરકારી આંખની હોસ્પિટલના કર્મચારીઓ પ્રતિજ્ઞા લઇ કટિબદ્ધ થયા, માસ્કશ, સામાજિક અંતર, સાબુથી હાથ ધોવા, સેનેટાઇઝરના ઉપયોગ, અંગેના શપથ લીધા.

    કોરોના સંક્રમણ સામે સાવચેત રહી અન્યોને જાગૃત કરવા માટે ગુરુવારના સરકારી આંખ ની હોસ્પિટલ ખાતે પ્રતિજ્ઞા લઇને સૌ કર્મચારીઓ પ્રતિબદ્ધ થયા હતા.

    મોરબી સરકારી આંખ ની હોસ્પિટલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ડો. સુરેશભાઈ કાલરીયા એ સિમિત સંખ્યામાં ઉપસ્થિત રાખવામાં આવેલ અધિકારી-કર્મચારીઓને માસ્કજ પહેર્યા વિના બહાર નહીં નીકળવાની, વ્યકિતઓ વચ્ચે ૬ ફુટ અંતર રાખવાની, વારંવાર સાબુથી હાથ ધોઇને સેનેટાઇઝ કરવાની, આયુષની ઉપચાર પદ્ધતિ અપનાવવાની, યોગ કરવાની, પરિવારની કાળજી લેવાની પ્રતિજ્ઞામાં લેવડાવામાં આવી હતી. આ પ્રતિજ્ઞા લેવાના કાર્યક્રમમાં સરકારી આંખ હોસ્પિટલ ના ડો. સુરેશભાઈ કાલરીયા, ડો. જે.પી.કૈલા સહિતના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply