28 માર્ચથી 12 એપ્રિલ 2022 દરમિયાન ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાશે
Live TV
-
ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12 પરીક્ષાની તારીખ જાહેર થઈ છે. 28 માર્ચથી 12 એપ્રિલ સુધી બોર્ડની પરીક્ષા યોજવામાં આવશે. જો કે આ વર્ષે ધોરણ-10માં પ્રથમ વખત ગણિતની પરીક્ષા અલગ-અલગ બે દિવસે લેવામાં આવશે. જેમાં 30 માર્ચે બેઝિક ગણિત અને 31 માર્ચે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવાશે. આ વખતે 13 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે. મહત્વનું છે કે, રાજ્યમાં ઓમિક્રોનના કેસ આવ્યા બાદ કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો સામે આવ્યો હતો. જેથી સરકાર દ્વારા ધો.10 તથા 12 બોર્ડ અને ધો. 9 થી 11ની વાર્ષિક પરીક્ષા બે અઠવાડિયા સુધી પાછળ લઈ જવાનો નિર્ણય લેવાયો હતો. જો કે હવે રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા 28 માર્ચથી શરૂ થશે. આ સાથે CBSE અને ICSE બોર્ડની પરીક્ષા મામલે ઓફલાઈન પરીક્ષાને પડકારતી અરજી સુપ્રિમ કોર્ટમાં કરવામાં આવી હતી. જે અરજીને સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરી દેવામાં આવી છે. સમગ્ર મામલે સુ્પ્રીમ કોર્ટ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, આવી અરજી પર સુનાવણી કરવા માટે કોઈ કારણ નથી બની રહ્યું. સાથે જ કોર્ટે એવું પણ કહ્યું કે, આવી અરજીઓને કારણે બાળકોમાં ભ્રમ પેદા થતો હોય છે. જેથી હવે CBSE અને ICSE બોર્ડની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે તે સ્પષ્ટ છે.
