33 નવા કેસ સાથે ગુજરાતમાં કુલ 650 પોઝિટિવ કેસ
Live TV
-
છેલ્લા 24 કલાકમાં 1733 ટેસ્ટ કરવામાં આવ્યા
રાજ્ય સરકારના આરોગ્ય ખાતાના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરી રાજ્યની કોરોનાની સ્થિતિ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં 33 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં કુલ 22 કેસ નોંધાયા બાદ રાજ્યમાં હાલ 650 કુલ કેસ છે. ગુજરાતના અમદાવાદમાં રાજ્યના 55 ટકા જેટલા કેસ કોરોનાના નોંધાયા છે. ત્યારે ફરીવાર
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે ગુજરાતમાં નવા કોરોના પોઝિટિવ કેસની માહિતી આપતા જણાવ્યું હતું કે, આજે નવા કેસ આવ્યા છે. 2 લોકોના મોત થયાં છે. 8 જેટલા દર્દીઓ વેન્ટિલેટર પર છે. અમદાવાદમાં પણ એક 28 વર્ષની મહિલાને સાજા થઇ જતાં રજા આપવામાં આવી છે. આ સાથે ભાવનગરમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. આ સાથે જ તેમણે છેલ્લા 24 કલાકના ટેસ્ટને લઇને જાણકારી આપતા કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં 1733 ટેસ્ટ કરવામાં આવ્યા આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 15984 કેસ થયાં છે.
