7.5 હોર્ષ પાવર આધારિત વીજ જોડાણમાં હવે 10 રુપિયા પ્રતિ હોર્સ પાવરના આધારે વીજળી મળશે
Live TV
-
રાજ્ય સરકારે કૃષિ વીજ જોડાણના મીટર ટેરીફ ફિક્સ ચાર્જમાં ઘટાડો કર્યો છે. મહત્વનું છે કે, 7.5 હોર્સ પાવર આધારિત વીજ જોડાણમાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી હવે 10 રુપિયા પ્રતિ હોર્સ પાવરના આધારે વીજળી મળશે. જ્યારે 7.5થી વધુ હોર્સ પાવરના વીજ જોડાણમાં 75 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી 5 રુપિયા પ્રતિ હોર્સ પાવર વીજ મળશે. આ નિર્ણયથી વધારાના નાણાંકીય ભારણને રાજ્ય સરકાર દ્વારા સબસિડી સ્વરૂપે વહન કરવામાં આવશે. આ નિર્ણયનો અમલ ઠરાવ જાહેર થયાની તારીખથી કરવાનો રહેશે.
