રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડનો પ્રસ્તાવ કેબિનેટની બેઠકમાં કરાયો પાસ
Live TV
-
ગુજરાતની કેબિનેટ બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકાર યુનિફોર્મ સિવિલ કોડ માટે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધિશની અધ્યક્ષતામાં ચાર વ્યક્તિઓની કમિટિની રચના કરશે. કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યા બાદ તમામ સત્તા મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવી છે. આ અંગે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, રામ મંદિર અને કાશ્મીરના મુદ્દાની જેમ કોમન સિવિલ કોડની સમયાંતરે હંમેશા માગણી કરવામાં આવતી હતી. પ્રધાનમંત્રીના એક ભારત શ્રેષ્ઠ ભારતના ઉદ્દેશ્યને લઈને આ કાયદો લાગું કરવામાં આવશે. રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોર્ડ લાગુ કરવાની તૈયારી અંગે મુખ્યમંત્રીએ પણ ટ્વીટ કર્યું હતું.
