Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે ‘આરંભ 2022’માં ઓફિસર તાલીમાર્થીઓને સંબોધન કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે સરદાર પટેલ જયંતી નિમિત્તે કેવડિયાની મુલાકાત લેશે. કેવડિયા મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી ‘આરંભ 2022’ કાર્યક્રમમાં હાજરી આપશે અને ત્યાં ઉપસ્થિત ઓફિસર તાલીમાર્થીઓને સંબોધિત કરશે. ‘આરંભ 2022’ની થીમ "અમૃતકાળમાં સુશાસન:ડિજિટલ ટેકનોલોજી, ફાઉન્ડેશન ટુ ફ્રન્ટિયર્સ" રહેશે. આરંભ 2022માં રોયલ ભૂટાન સિવિલ સર્વિસિસ સહિત ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસિસના 455 સિવિલ સર્વન્ટ્સ ભાગ લેશે. 

    કેવડિયા ખાતે 28 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર દરમિયાન આરંભ 2022 કાર્યક્રમ અંતર્ગત ઓફિસર તાલીમાર્થીઓ માટે વિવિધ સત્રો આયોજિત કરવામાં આવશે. આ સત્રો દરમિયાન, કેવી રીતે ભારત તેની ટેક્નોલોજીના પાયાને મજબૂત કરવા અને જાહેર સેવાની ડિલિવરી સુધારવા માટે ટેક્નોલોજીની સીમાઓનું અન્વેષણ કરવા પોતાની ક્ષમતાઓ વધારી શકે છે તે વિષય પર ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં કેન્દ્ર સરકારની યોજનાઓના અમલીકરણમાં ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે થઇ શકે તેના ઉપર નિષ્ણાંતો દ્વારા સંબોધન કરવામાં આવશે. આરંભ કાર્યક્રમની શરુઆત 2019માં કરવામાં આવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply