AMCના રૂ.851 કરોડના વિકાસકાર્યોનું CMના હસ્તે લોકાર્પણ
Live TV
-
વસ્ત્રાપુર તળાવ ખાતે CM રૂપાણીએ નીરના વધામણા કરી આરતી ઉતારી
મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે અમદાવાદમાં AMCના રૂ.851 કરોડના વિકાસકાર્યોનું CMના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદમાં વસ્ત્રાપુર તળાવ ખાતે CM રૂપાણીએ નીરના વધામણા કરી આરતી ઉતારી હતી. આ સાથે વસ્ત્રાપુર તળાવમાં બોટિંગની પણ શરૂઆત કરવામાં આવી હતી. સાથે AMCના રૂ.851 કરોડના વિકાસકાર્યોનું CMના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વસ્ત્રાપુર ખાતે નમામિ દેવી નર્મદે કાર્યક્રમ અંતર્ગત સીએમ રૂપાણીએ કહ્યું કે, ભૂતકાળમાં 10 પૈસાના જ કામો થતાં હતા જ્યારે અત્યારે પીએમ મોદી એક રૂપિયો મોકલે તો સવા રૂપિયાના કામ થાય છે. અમદાવાદના વસ્ત્રાપુર ખાતે સીએમ રૂપાણીએ નમામિ દેવી નર્મદે કાર્યક્રમ હેઠળ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, સાંસદ ડો. કિરીટ સોલંકી, ધારાસભ્યો તથા એએમસીના તમામ અધિકારીઓ અને પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા
