બે દિવસના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર રિ-એન્ટ્રી
Live TV
-
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી
બે દિવસના વિરામ બાદ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. વડોદરામાં ગઈકાલે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જેના કારણે રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા તો આ તરફ મહેસાણાના વિસનગર, ખેરાલુ, વડનગર ,વિજાપુર પંથકના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા ના આનંદપુરા કંપામાં પણ વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવનના કારણે વૃક્ષો તેમજ વીજપોલ ધરાશાયી થયા હતા. સિદ્ધપુરમાં પણ અસહ્ય ઉકળાટ બાદ વરસાદી ઝાપટું પડ્યું હતું. આ સાથે છોટાઉદેપુર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડતાં અસહ્ય ગરમીથી લોકો ને રાહત મળી હતી. જોકે ખેતરોમાં મકાઈના પાકને ભારે નુકસાન થયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્ર માં લો પ્રેશર સર્જાવવાના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકના અમુક વિસ્તારોમાં 20 થી 22 એટલે કે ત્રણ દિવસ ભારે થી અતિભારે વરસાદીની આગાહી વ્યક્ત કરાઈ છે
