રાજ્યવ્યાપી રોજગાર ભરતીમેળા પખવાડીયાનો શુભારંભ
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી શુભારંભ કરાવ્યો
રાજ્યવ્યાપી રોજગાર ભરતીમેળા પખવાડીયાનો શુભારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી કરાવ્યો હતો. 26 નવી આઇ.ટી.આઇ બિલ્ડીંગનું ઇ- લોકાર્પણ, મોબાઇલ એપ્લીકેશન લોન્ચિંગ, શુભેચ્છા પત્રો એનાયતની સાથોસાથ મુખ્યમંત્રીએ તાલીમાર્થીઓ સાથે સ્થળ ઉપર જ સંવાદ કર્યો હતો.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યવ્યાપી ભરતી મેળાના પખવાડીયાનો પ્રારંભ કરાવ્યો હતો..શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આયોજિત આ ભરતી મેળાના માધ્યમથી 35 હજાર જેટલા યુવાનોને રોજગારી મળશે...મુખ્યમંત્રી રૂપાણીએ 26 નવા આઈટીઆઈ ભવનનું પણ ઈ-લોકાર્પણ કર્યું હતું..આ સાથે ગાંધીનગર આઈટીઆઈ ખાતે ચાર માસની નિવાસી તાલીમમાં જોડાયેલા 10 તાલીમાર્થીઓને પ્રશસ્તિપત્રો આપવામાં આવ્યા હતા...આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કેવી રીતે વધુમાં વધુ લોકોને રોજગારી પ્રાપ્ત થાય તે માટેના પ્રયત્ન રાજ્ય સરકાર કરી રહી છે..
આ ઉપરાંત કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, યુવાનો પોતાના કૌશલ્ય પ્રાપ્ત કરે તે માટે દરેક તાલુકામાં 287 સરકારી આઈટીઆઈ અને સેલ્ફ ફાયનાન્સ આઈટીઆઈ જુદી ઉભી કરવામાં આવી છે. યુવા વર્ગ કામ કરતો બને અને પોતાની સ્કીલને વિકસાવે ત્યારે જ દેશ જગતગુરૂ બનશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો..
આ પ્રસંગે મુખ્યમંત્રીએ બે મોબાઈલ એપને પણ લોન્ચ કરી હતી..અને જીપીએસસીની પરીક્ષા પાસ કરેલા વર્ગ-2ના આચાર્યને પણ શુભેચ્છા પત્રો એનાયત કર્યા હતા..તો મુખ્યમંત્રી આ પ્રસંગે આઈટીઆઈ તાલીમાર્થીઓ સાથે વાતચીત કરી તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો..
