CMના હસ્તે 'અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ' અને 'ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025નો શુભારંભ
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે “અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025” અને **“ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025”**નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો.આ પ્રસંગે મુખ્યમંત્રી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સ્વદેશી અપનાવવાના શપથ ગ્રહણ કર્યા હતા.
કાર્યક્રમનો પ્રારંભ 'નવું ભારત @150' ગીતના સ્વરો સાથે થયો હતો. મુખ્યમંત્રીએ 'મિશન ફોર મિલિયન ટ્રીઝ' કોફી ટેબલ બુકનું અનાવરણ કર્યું હતું. આ અવસરે ભારતીય-અમેરિકન લેખક જય પટેલ દ્વારા લિખિત અને પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અભિષેક દુધૈયા દ્વારા સહ-લિખિત સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તેનું પ્રથમ પુસ્તક **"બેરિસ્ટર મિસ્ટર પટેલ"**નું વિમોચન કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રીએ વિવિધ શૈક્ષણિક અને સાહિત્યિક ઝોન, નેશનલ બુક ટ્રસ્ટના સ્ટોલ અને ઇનોવેશન પેવેલિયન (R-Cycle Green Stall, IOTA Diagnostic, WeHear, KeenKey LLP)ની મુલાકાત લીધી હતી. તેમણે કેનવાસ પર સહી કરીને ગુજરાત 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે તૈયાર હોવાનું ગૌરવ વ્યક્ત કર્યું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ બુક ટ્રસ્ટ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે તા.13 થી 23 નવેમ્બર,2025 દરમિયાન 'વાંચે ગુજરાત 2.0' અંતર્ગત આ ફેસ્ટિવલનું આયોજન થયું છે.સ્ટોરી ટેલિંગ, પપેટ થિયેટર, મંડલા આર્ટ. ગઝલ, કવિતા, ડ્રામા, ફિલ્મ-સ્ક્રિપ્ટ, નિબંધની વર્કશોપ્સ અને હેન્ડ્સ-ઓન પ્રવૃત્તિઓ.ક્વિઝ, વાર્તાકથન, ફેન્સી ડ્રેસ, બુક રીડિંગ કોન્ટેસ્ટ.કિર્તીદાન ગઢવીનું લોક ઓર્કેસ્ટ્રા, અંકિત ત્રિવેદી સાથે ગુજરાતી કાવ્ય-સંગીત, ગ્રાન્ડ મુશાયરો, અને લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) કેજેએસ ઢીલોન સાથે શૌર્ય સંવાદ.ગુરચરણ દાસ, નિતિન સેઠી જેવા મહાનુભાવો સાથે AI, ક્રાઇમ જર્નાલિઝમ અને ગાંધી-મંડેલા લેગસી પર લાઇવ સેશન.
AMC દ્વારા સાઉથ એશિયન એસોસિએશન ફોર ગેસ્ટ્રોનોમી (S.A.A.G)ના સહયોગથી તા.13 થી 16 નવેમ્બર, 2025 દરમિયાન આ આંતરરાષ્ટ્રીય શાકાહારી ફૂડ ફેસ્ટિવલનું આયોજન થયું છે.લક્ઝરી પેવિલિયન (TAJ Soulinaire): વિશ્વસ્તરીય શાકાહારી વાનગીઓ સાથે ફાઇન ડાઇનિંગનો અનુભવ.પુરી સ્થિત જગન્નાથ મંદિરનો પ્રસિદ્ધ મહાપ્રસાદ મૂળ મંદિરના રસોઇયાઓ દ્વારા પીરસવામાં આવશે.કોફીના છોડથી લઈને બ્રૂઇંગ સુધીની જીવંત પ્રક્રિયાનું નિદર્શન.નેપાળ, સ્પેન અને નેધરલેન્ડ્સના પ્રતિનિધિઓ ભાગ લેશે. સ્પેનના સિસ્ટર સિટી વલ્લાડોલિડના મિશેલિન સ્ટાર શેફ અલ્વાર હિનોજલ ક્રેસ્પો લાઇવ ડેમો આપશે.પ્રસિદ્ધ શેફ રણવીર બ્રાર, સુવીર સરણ, વિક્કી રત્નાની, લેખિકા રશ્મી ઉદય સિંહ, પદ્મશ્રી ડૉ. પુષ્પેશ પંત હાજરી આપશે.બંને ફેસ્ટિવલમાં તમામ મુલાકાતીઓ માટે પ્રવેશ નિઃશુલ્ક રહેશે, માત્ર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
