Skip to main content
Settings Settings for Dark

CM ભૂપેન્દ્ર પટેલે ‘AI Action Plan 2025-2030’ને આપી મંજૂરી

Live TV

X
  • રાજ્યની  શાસન વ્યવસ્થામાં સ્માર્ટ ડિસીઝન, નાગરિકલક્ષી યોજનાઓ, સેવા વિતરણ પ્રણાલી અને કલ્યાણ યોજનાઓનો લાભ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી ઝડપી અને અસરકારક રીતે મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્શન પ્લાન ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ 2025-2030ને મંજૂરી આપી છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની AIના વ્યાપક ઉપયોગથી ડિજિટલ એમ્પ્વારમેન્ટ અને ટેકનોલૉજીકલ સેક્ટરમાં ભારતને વિશ્વનું નેતૃત્વ કરવા સજ્જ બનાવવાની પ્રતિબદ્ધતાને સુસંગત ગુજરાતનો આ એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેકનોલૉજી ડ્રિવન ગવર્નન્સ અને સામાજિક-આર્થિક વિકાસમાં ગુજરાતને અગ્રેસર રાખીને વિકસિત ગુજરાત@2047ના વિચાર સાથે શાસન વ્યવસ્થા અને સરકારના વિભાગોમાં A.I.નો સમુચિત ઉપયોગ કરવાની જાહેરાત સોમનાથમાં નવેમ્બર-2024માં યોજાયેલી વાર્ષિક ચિંતન શિબિરમાં કરી હતી.

    10 સભ્યોની એક તજજ્ઞ AI ટાસ્કફોર્સ કમિટિની રચના

    આ દૃષ્ટિકોણને અનુરૂપ ગવર્નન્સ, આરોગ્ય સંભાળ, શિક્ષણ, કૃષિ, ફિનટેક તથા અન્ય મિશન-ક્રિટીકલ ક્ષેત્રોમાં AIને રાજ્યવ્યાપી બનાવવા 10 સભ્યોની એક તજજ્ઞ AI ટાસ્કફોર્સ કમિટિની રચના પણ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ આ ટાસ્કફોર્સની ભલામણોના આધારે તેમની સમક્ષ રજૂ થયેલા એક્શન પ્લાન ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ એ.આઈ. 2025-2030ને અનુમોદન આપ્યું છે.​​​​​​​

    AI ઇકોસિસ્ટમ પણ ઊભી થશે

    મુખ્યમંત્રીના દિશાદર્શનમાં તૈયાર થયેલો આ એક્શન પ્લાન રાજ્ય સરકારને અદ્યતન AI ક્ષમતાઓથી સજ્જ કરવા માટે ટાઈમ બાઉન્ડ બ્લૂપ્રિન્ટ તરીકેનું કાર્ય કરશે. એટલું જ નહિ, સરળતાએ સેવા વિતરણ, બહેતર નાગરિક જીવનની સુનિશ્ચિતતા, જીવનમાં ગુણવત્તા વૃદ્ધિ સાથેની સમૃદ્ધ નવીનતાપૂર્ણ AI ઇકોસિસ્ટમ પણ ઊભી થશે. એક્શન પ્લાનના સુવ્યવસ્થિત અને સમયસર અમલીકરણ માટે, રાજ્ય દ્વારા એક સમર્પિત AI અને ડિપટેક મિશનની સ્થાપના કરવામાં આવશે. આ મિશન રાજ્ય સરકારમાં AI સ્ટ્રેટેજીસ અને ઊભરતી ટેકનોલૉજી માટેની ડિઝાઈન, અમલીકરણ અને ઇનોવેશનમાં નેતૃત્વકર્તાના રૂપમાં એક વિશિષ્ટ સંસ્થાકીય પદ્ધતિ તરીકે કાર્ય કરશે.
     
    આ ઉપરાંત, સ્ટાર્ટઅપ્સ, શૈક્ષણિક શોધ-સંશોધન અને ઉદ્યોગોને સહયોગથી સુદ્રઢ ઈકોસિસ્ટમને બળ આપશે. AI અને તેને સંલગ્ન ટેકનોલૉજીસમાં વર્કફોર્સની સ્કીલીંગ, રિ-સ્કિલીંગ અને અપસ્કીલીંગ પર ફોકસ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે આ એક્શન પ્લાનનો રોડમેપ મુખ્યત્વે છ પિલ્લર પર ધ્યાનમાં રાખીને કર્યો છે. 

    આ પ્રયાસો વિભાગોમાં AI ઇન્ટીગ્રેશનને વધુ સુદ્રઢ કરશે 

    આ એક્શન પ્લાનનું તબક્કાવાર અમલીકરણ રાજ્યકક્ષાની AI ડેટા રિપોઝીટરી શરૂ કરવા, AI ફેક્ટરીઓ સ્થાપિત કરવા અને વિભાગવાર પાયલોટ પ્રોજેક્ટ્સ શરૂ કરવા જેવી પાયાની ક્રિયાઓથી શરૂ થશે. એક્શન પ્લાનના પાંચ વર્ષના સમયગાળા દરમિયાન, આ પ્રયાસો વિભાગોમાં AI ઇન્ટીગ્રેશનને વધુ સુદ્રઢ કરશે અને વાઈબ્રન્ટ તથા ઇનોવેટિવ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply