ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ, ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ
Live TV
-
ભારે વરસાદ અને આગાહી મુજબ આવતા ભારે વરસાદને પગલે, સુરક્ષાના ભાગરૂપે ખેડા જિલ્લાના તમામ આંગણવાડીઓ, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તા. 28/07/2025 (સોમવાર)ના રોજ અભ્યાસ કાર્ય બંધ રહેશે.
ખેડા જિલ્લામાં ધોધમાર આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ નડિયાદ અને મહેમદાવાદ તાલુકામાં આઠ ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબક્યો છે.
નડિયાદમાં તમામ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. મહેમદાવાદમાં મન મૂકીને મેઘરાજા વરસતા નિંચાણવાળા વિસ્તારો સહિત શહેરના મુખ્ય માર્ગો પર પણ પાણી ફરી વળ્યા હતા. જેથી નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જ્યારે વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. ગામડાના ઘણા રસ્તાઓ પર પણ પાણી ભરાઈ જતા અવરજરમાં મુશ્કેલી પડી છે.
નડિયાદ 8 ઇંચ કરતા વધુ વરસાદ પડતા મુખ્ય માર્ગ પર અવરજવર કરતા વાહનચાલકોને ખુબ જ ધીમે ચલાવાની ફરજ પડી હતી. નીંચાણવાળા વિસ્તાર જેવા કે, દેસાઇ વગો, ચારેય ગરનાળાઓ જેમાં શ્રેયસ, વૈશાલી, ખોડિયાર અને માઇમંદિરના ગરનાળાઓ પાણીથી છલોછલ થઇ ગયા હતા. જેથી આ વિસ્તારમાં વાહનો માટે પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો. એકાએક વરસાદ તૂટી પડતા વાહનો લઇને નિકળેલા નગરજનોના વાહનો પણ પાણીમાં ફસાઇ જવાના બનાવો બન્યા છે.
