CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી
Live TV
-
યોગ દિનની ઉજવણીના મુદ્દે થઇ ચર્ચા
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ વિશે માહિતી આપતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યુ હતું કે આગામી 21 જૂને ગુજરાત ભરમાં પાંચમા વિશ્વયોગ દિવસની ઉજવણી કરાશે. 'યોગ ફોર હાર્ટ કેર' ની થીમ સાથે જન ભાગીદારીથી ઉજવણી થશે. રાજ્યમાં 50 હજારથી વધુ સ્થાનોએ 1 કરોડ 51 લાખ થી વધુ લોકો સામુહિક યોગ અભ્યાસમાં જોડાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યકક્ષાની ઉજવણી અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે થશે. તો કેવડીયા કોલોની ખાતે એક હજારથી વધુ સાધુ-સંતો હાજર રહી યોગ કરશે. આ ઉપરાંત કેબિનેટની બેઠક માં આ વર્ષે શાળા પ્રવેશોત્સવ મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
