જામનગરઃ પૂર્વ IPS સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા
Live TV
-
જામજોધપુર કસ્ટોડિયલ ડેથ સંદર્ભે આજે જામનગર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન કોર્ટે આપ્યો ચુકાદો
1990ના જામજોધપુર કસ્ટોડિયલ ડેથ સંદર્ભે આજે જામનગર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો. જેમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી.
નોંધનીય છે કે 1990માં જામજોધપુર પોલીસની કસ્ટડીમાં પ્રભુદાષ વૈશ્નવીનું મોત થયું હતું. જે સંદર્ભે એક આઈપીએસ, બે પીએસઆઈ, 3 હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.
1990ના વર્ષમાં બનેલા બનાવ સંદર્ભે સમગ્ર ટ્રાયલ પછી પૂર્વ IPS સંજીવ ભટ્ટ અને કોન્સ્ટેબલ પ્રવિણ સિંહ જાલાને 302ની કલમ હેઠળ દોષિત ઠેરવી અને આ બન્ને સિવાયના તમામ આરોપીઓને કસ્ટોડિયલ ટોર્ચર માટે દોષિત ઠેરવ્યા હતાં.
