Skip to main content
Settings Settings for Dark

અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે થશે યોગ દિવસની ઉજવણી

Live TV

X
  • 50 હજારથી વધુ સ્થાનોએ સામૂહિક યોગ અભ્યાસમાં જોડાશે

    વિશ્વ યોગ દિન ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે આજે રાજ્ય કર કમિશનર પીડી વાઘેલા તથા અમદાવાદ કલેક્ટર ડૉ.વિક્રાંત પાંડેએ સ્થળની મુલાકાત લીધી હતી.આ સમગ્ર રાજ્યકક્ષાનો કાર્યક્રમ અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે થવાનો છે ત્યારે સ્ટેડિયમ ખાતે સમગ્ર તૈયારી પૂર્ણતાને આરે છે. સ્ટેડિયમ ખાતે થનાર કાર્યક્રમમાં રાજ્યપાલ ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ સાથે અમદાવાદનાં વિવિધ હેરિટેજ સ્થળો ખાતે પણ યોગનો કાર્યક્રમ યોજવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ અમૂલ ભટ્ટે જણાવ્યું હતું કે વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ રાજ્ય સરકાર કરી રહી છે પરંતુ અમદાવાદ મહાનગરપાલિકા નિગમ દ્વારા પણ અમદાવાદમાં આવેલા હેરિટેજ સ્થળો જેવાં કે માણેકબુરાઝ ,કાલુપુર સ્વામિનારાયણ, મંદિર સીદીસૈયદની જાળી એલિસબ્રિજ જેવાં સ્થળોએ પણ કાર્યક્રમ યોજાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply