નશાખોરીને ડામવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ, હુક્કા બાર પર સંપૂર્ણ પ્રતિબંધ
Live TV
-
ડ્રગ્ઝ અને માદક પદાર્થોના વેચાણ-સંગ્રહ કરનાર કોઈ પણ ચમરબંધીને નહીં છોડાયઃ ગૃહ રાજ્ય મંત્રી
ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે, રાજયનું યુવા ધન નશાના માર્ગે ન વળે અને નશાની ચુંગલમાંથી મુક્ત થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે, નશાબંધીના ચુસ્ત અમલ માટે કાયદાકીય સુધારા કરી ,કાયદાને વધુ સુદ્રઢ બનાવાયો છે. ત્યારે ડ્રગ્સ, માદક પદાર્થોના વેચાણ -સંગ્રહ કરનારા, કોઈપણ વ્યકિતને સરકાર છોડશે નહિં. ગૃહ મંત્રીએ જણાવ્યુ કે, જે વિસ્તારમાં નશાના પદાર્થો પકડાશે તે વિસ્તારના અધિકારી પર કડક કાર્યવાહી કરાશે. આ ઉપરાંત ડ્રગ્સ સુંઘીને પકડી શકે તે માટે ખાસ સ્નિફર ડોગ ટૂંક સમયમાં પોલીસ દળમાં સામેલ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જ્યારે કાયદાના ચુસ્ત અમલને પગલે આજે હુક્કા બાર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. ઈલેક્ટ્રોનિક નિકોટીન ડિલિવરી સિસ્ટમ દ્વારા મંગાવાતી, ઈ-સિગારેટ પર પ્રતિબંધ લગાવાશે.
