Skip to main content
Settings Settings for Dark

CM વિજય રૂપાણી અને DyCM નીતિન પટેલ આજે રાજકોટની મુલાકાત લીધી

Live TV

X
  • રાજકોટમાં સતત વધી રહેલાં કોરોનાના કેસને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે રાજકોટની મુલાકાત લીધી હતી.

    રાજકોટમાં સતત વધી રહેલાં કોરોનાના કેસને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે રાજકોટની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ રાજકોટ ખાતે કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, રાજકોટમાં કોરોનાનું સુપર સ્પ્રેડિંગ થતું અટકાવવા માટે અમદાવાદમાં હાથ ધરાયેલ સ્ટ્રેટેજી મુજબ સુપર સ્પ્રેડિંગનું સ્ક્રિનિંગ અને ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે તેમના ટેસ્ટ પણ કરવામાં આવશે. જે મુજબ પ્રથમ સ્ટેજમાં રાજકોટ શહેરના શાકભાજી વેચતા ફેરિયાઓ અને ત્યારબાદ વાળંદ, કરિયાણાના વેપારીઓનો પણ સમાવેશ કરવામાં આવશે. રાજ્યનાં તમામ શહેરોમાં માઈક્રો પ્લાનિંગ સાથે રાજ્ય સરકાર પગલાં લઈ રહી છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 5 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તો રાજ્યમાં ઓગસ્ટથી કેવા પ્રકારની છૂટછાટ રહેશે તે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાશે, તેવું પણ તેમણે જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જિલ્લામાં કોરોના સંદર્ભે હાથ ધરાયેલ કામગીરી, તબીબી સ્ટાફ, તેમજ ઉપલબ્ધ સુવિધાઓ બાબતે વિસ્તૃત વિગતો આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply