CUGના વાઇસ ચાન્સેલર પ્રો. રમાશંકર દુબેનો કાર્યકાળ લંબાયો
Live TV
-
ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા પ્રો.રમાશંકર દૂબેને તેમના કાર્યકાળમાં એક વર્ષનો વધારો આપવામાં આવ્યો છે.
સોમવારે મંત્રાલયે તેમનો કાર્યકાળ એક વર્ષ લંબાવવાનો આદેશ જાહેર કર્યો હતો. વાઈસ ચાન્સેલરનો કાર્યકાળ ભારતના માનનીય રાષ્ટ્રપતિ અને યુનિવર્સિટીના કુલાધિપતિ એ સેન્ટ્રલ યુનિવર્સિટી એક્ટ, 2009 હેઠળ આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને લંબાવવામાં આવ્યો છે.
જનસંપર્ક અધિકારી ડો.સુનિલ શર્માએ જણાવ્યું હતું કે, કુલપતિ પ્રો. રમાશંકર દુબેનો પાંચ વર્ષનો કાર્યકાળ 21 નવેમ્બર, 2024 ના રોજ સમાપ્ત થઈ રહ્યો હતો , આવી સ્થિતિમાં ઉપરોક્ત આદેશ કાર્યકાળના છેલ્લા દિવસથી અને નવા કુલપતિની નિમણૂક થાય ત્યાં સુધીના મહત્તમ એક વર્ષના સમયગાળાને આધીન રહેશે.
વાઇસ ચાન્સેલર પ્રો. રમાશંકર દૂબેએ જણાવ્યું હતું કે, હાલમાં યુનિવર્સિટીના કાયમી કેમ્પસનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં છે. તેમણે કહ્યું કે વધારાના કાર્યકાળ દરમિયાન યુનિવર્સિટીને ગાંધીનગરથી વડોદરાના કુંઢેલા કેમ્પસમાં ખસેડીને સંપૂર્ણ કામગીરી સુનિશ્ચિત કરવામાં આવશે. કાર્યકાળ લંબાવવાથી યુનિવર્સિટીના તમામ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી
