DyCMની અધ્યક્ષતામાં ઓપરેશન મ્યૂલ હન્ટની સમીક્ષા બેઠક
Live TV
-
રાજ્યમાં વધતા સાયબર ગુનાઓ સામે કડક કાર્યવાહી માટે ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ(Cyber Centre of Excellence)દ્વારા વિશેષ અભિયાન ‘ઓપરેશન મ્યૂલ હન્ટ’ શરૂ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે આ અભિયાન અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ ઓપરેશનનો મુખ્ય હેતુ માત્ર મ્યૂલ એકાઉન્ટ ઓપરેટર સુધી જ સીમિત ન રહી, પરંતુ તેમના પાછળ કાર્યરત સંપૂર્ણ નેટવર્ક અને માસ્ટરમાઇન્ડ ‘આકાઓ’ સુધી પહોંચીને કડક કાર્યવાહી કરવાનો છે.
પોલીસ કાર્યવાહીમાં કોઈ નિર્દોષ નાગરિકને બિનજરૂરી હેરાનગતિ ન થાય, જે ખાતાધારકનું સાઇબર ક્રાઇમમાં કોઈ કનેક્શન ન હોય, માત્ર ખાતામાં પૈસા આવ્યા હોય, તેમનું યોગ્ય વેરિફિકેશન કરવા અંગે નાયબ મુખ્યમંત્રી દ્વારા સૂચના આપવામાં આવી..
ગુનેગારોના નેટવર્કને તોડવા ઓપરેશન મ્યૂલ હન્ટ
નાયબ મુખ્યમંત્રીએ સૂચના આપી કે ઓપરેશન મ્યૂલ હન્ટ અંતર્ગત રાજ્યની તમામ યુનિટ્સ સક્રિયપણે જોડાય અને ગુનેગારોના નેટવર્કને તોડી પાડવામાં ઇન્ટર-કો-ઓર્ડિનેશન વધુ મજબૂત બનાવવામાં આવે.આ બેઠકમાં રાજ્યના તમામ પોલીસ કમિશનર, રેન્જ IG, જિલ્લાકક્ષાના પોલીસ વડાઓ અને વરિષ્ઠ અધિકારીઓ વીડિયો કોન્ફરન્સ મારફતે જોડાયા હતા. તેમણે સાયબર ક્રાઈમનાં પેટર્ન, બેંકિંગ ટ્રાન્ઝેક્શન અને વિશેષ એનાલિસિસ આધારિત ચેકિંગ/વેરિફિકેશન ડ્રાઇવ અંગે વિગતવાર ચર્ચા કરી.
