Skip to main content
Settings Settings for Dark

GRIT કચેરી ખાતે વિકસિત ગુજરાત સ્ટ્રેટેજી રૂમનું લોકાર્પણ

Live TV

X
  • મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં GRIT કચેરી ખાતે વિકસિત ગુજરાત સ્ટ્રેટેજી રૂમનું લોકાર્પણ કર્યુ. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, શિક્ષણ મંત્રી  ડૉ. પ્રદ્યુમન વાજા રહ્યા ઉપસ્થિત. આયોજન પ્રભાગની પહેલરૂપ રાજ્યના જિલ્લાઓના ડિસ્ટ્રિક્ટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એસ્ટીમેટ્સનું પણ વિમોચન કરવામાં આવ્યુ.  મુખ્યમંત્રી અને મંત્રીઓએ સ્ટ્રેટેજી રૂમમાં ઉપલબ્ધ ડિજિટલ ડેશ બોર્ડ, લાઇબ્રેરી, પોડકાસ્ટ એરિયા તથા સંશોધન અને વિશ્લેષણની ઉપલબ્ધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું...

    ઉલ્લેખનીય છે કે, વિકસિત ગુજરાત @ 2047ના મહાલક્ષ્યને સિદ્ધ કરવા સરકાર દ્વારા મજબૂત પ્લાનિંગ અને સ્ટ્રેટેજિક અમલીકરણ માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. આ અંતર્ગત, ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) ખાતે ‘વિકસિત ગુજરાત સ્ટ્રેટેજી રૂમ’નું આજે ગાંધીનગરના કર્મયોગી ભવનમાં લોકાર્પણ કરવામાં આવ્યું.

    આ આધુનિક સ્ટ્રેટેજી રૂમમાં ડિજિટલ ડેશબોર્ડ, લાઇબ્રેરી, રિસર્ચ અને એનાલિસિસ સુવિધાઓ સાથે પોડકાસ્ટ ઝોન જેવી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. અહીં રાજ્યના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને યોજનાઓની પ્રગતિ પર રિયલટાઇમ મોનિટરિંગ અને ડેટા આધારિત મૂલ્યાંકન થશે. ખાસ કરીને વિકસિત ગુજરાત@2047 માટે નક્કી કરાયેલા લક્ષ્યોની સિદ્ધિ માટે KPIsનું સતત ટ્રેકિંગ, કામગીરીનું વિશ્લેષણ અને નવી સ્ટ્રેટેજી માટે આ સેન્ટર મહત્વનું યોગદાન આપશે.રાજ્ય સરકાર માને છે કે GRIT દ્વારા ઉભું કરાયેલ આ સ્ટ્રેટેજી રૂમ રાજ્યના વિકાસના આગામી ચરણને વધુ ગતિ અને દિશા આપશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply